Secret સાન્તા :


ક્રિસમસ આવતા સૌથી પહેલા સાન્તા ક્લોઝ યાદ આવી જાય છે. ક્રિસમસ દરમિયાન તમે વિશ્વના કોઈપણ ખૂણામાં જાઓ ત્યાં દરેક જગ્યાએ સાન્તા ક્લોઝ સફેદ દાઢી, લાલ કોટ, લાલ ટ્રાઉઝરમાં એક સરખા દેખાતા હોય છે. સાન્તા ક્લોઝ બાળકોને ઉપહાર અને ખુશિયો વહેંચતા હોય છે અને બાળકોના ખુબજ લોકપ્રિય છે.
એવાજ સાન્તા ક્લોઝની વેશભૂષા અમદાબાદના એલિસબ્રિજ ઉપર વેચાતી જોવા મળે છે, વેચનારા ગુજરાતના અલગ અલગ ગામડેથી પૈસા કમાવા આવેલા, છેલ્લા એક અઠવાડિયાથી પોતાનું પરિવાર સહિત બ્રિજના રહેવાસી બની ગયા છે.
આ અંગે એક પરિવાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તે છેલ્લા દસ દિવસથી આ લાલ-સફેદ કપડાં અને સફેદ દાઢીવાળું માસ્ક વેચવા બ્રિજ પર સવારથી લઇ મોડી રાત્રિ સુધી બેસતા અને રાત્રે એજ જગ્યાએ સુઈ જતા હોય છે, પણ ખાસ વાત એ છે કે એમને તો ખબર પણ નથી કે આ લાલ-સફેદ વેશભૂષા કયા માણસની છે, અને એ માણસની શું ઓળખ છે.
આ લોકો પોતેજ એજ વેશભૂષા પહેરી લોકોને સાન્તા ક્લોઝની જેમ ખુશિયો વેચીને પોતાનું ભરણ-પોષણ કરે છે.

Comments